અમદાવાદની મેરિયોટ હોટેલમાંથી ગેરકાયદેસર દારૂનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પરમીટવાળી દારૂનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હોવાનું સેટેલાઇટ પોલીસના ધ્યાને આવતા કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં 100 થી 150 જેટલી વિદેશી દારૂની બોટલો વગર પરમિટે બારોબાર વેચી દીધી હોવાનું જણાયું હતું. કેટલાક પરમિટવાળાઓને દારૂનું વેચાણ થયું તેની પણ તપાસ ચાલે છે.