સુરત શહેરમાં મજુરા ગેટ વિસ્તારમાં આવેલા આઇલેન્ડની અંદર જ ખુલ્લેઆમ દેહ વેપાર ચાલી રહ્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. બનાવ અને વાયરલ વીડિયો પોલીસ સુધી પહોંચતાં પોલીસે તરત દરોડો પાડીને મોડી રાત્રે જ અહીંથી છ રૂપલલનાઓની ધરપકડ કરી હતી. છેલ્લાં ઘણાં સમયથી આ વિસ્તારમાં રૂપલલનાઓ અડ્ડો જમાવતી હોવાની ફરિયાદો પણ થઈ હતી.