ધો.9માં અભ્યાસ કરનારા વડોદરાની ભારતી સ્કુલના વિદ્યાર્થી દેવ તડવીની હત્યા કરીને ફરાર થઈ ગયેલા વિદ્યાર્થીને વડોદરા પોલીસે વલસાડથી પકડી લીધો છે. તેણે એકલા હાથે હત્યા કરી હોવાની કબુલાત કરી છે, પોલીસ તપાસમાં અને સ્કુલના સીસીટીવી ફુટેઝના આધારે જાણકરી મળી હતી કે, હત્યા કરનાર સગીરે માત્ર ગણતરીની સેકન્ડોમાં હત્યાને અંજામ આપ્યો હતો. અને તેણે દેવ તડવીને 30 ઘા માર્યા હતાં.