ગુજરાતના ચાર જિલ્લામાં 52 ચોરી કરનારી ટોળકીને પોલીસે ઝડપી લીધી છે. રાજકોટ જિલ્લાની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લો, જામનગર જિલ્લો અને અમરેલી જિલ્લા સહિતનાં અનેક જિલ્લામાં કેફી દવા પીવડાવી કાર, સોના-ચાંદીના દાગીનાનાં 52 ગુન્હા આચરનાર ટોળકીનાં સભ્યોને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે. પોલીસ તપાસમાં વધુ ચોરીના ગુના ઉકેલાશે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.