બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ સાંચોર હાઇવે પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલું ડમ્પર ઝડપ્યું છે. ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે નવો કીમિયો અપનાવીને ડમ્પરમાં કપચીની નીચે છુપાવીને વિદેશી દારૂની બોટલો ગુજરાતમાં ઘૂસાડવામાં આવતી હતી. રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા નવા કિમીયા બુટલેગરો કરી રહ્યાં છે. પોલીસે ડમ્પરચાલક સામે કાર્યવાહી કરી છે.