અમદાવાદના નરોડા વિસ્તારમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. આરોપીઓ વિદેશમાં રહેતા નાગરિકોને લોન આપવાના બહાને પૈસા પડાવતા હતા. માહિતીના આધારે નરોડા પોલીસે જીઆઈડીસી પાસે ક્રિષ્ના આકેર્ડમાં ઓફીસ રાખી ચલાવતા કોલ સેન્ટર પર દરોડો પાડીને ચાર આરોપી પાસેથી કોમ્યુટર, મેજીક જેક,સહિત 91 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.