સુરત લઠ્ઠાકાંડમાં વધુ એક મોત થયું છે. સ્મીમેર હોસ્પિટલમાં દાખલ દર્દીનું મોત થતાં મૃત્યુ આંક 3 થયો છે. પોલીસે આ કેસમાં એક મહિલા બુટલેગરની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. લઠ્ઠાકાંડમાં પોલીસે પહેલી અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડના પગલે શહેર પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા હતા.