તાજેતરમા માંડવા-મુલદ ટોલ ટેક્ષ નાકાની ઓફીસમા દિલધડક લુંટ અને તોડફોડનો બનાવ બન્યો હતો. જેના પગલે ભયનુ વાતાવરણ ફેલાઈ ગયુ હતુ. આ બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. ભરૂચ જિલ્લા પોલીસે આ કેસમાં અનિલ બુટ્ટાભાઈ ભરવાડ, સુરેશ પુણાભાઈ જોગરાણા, મુન્નાભાઈ કાનાભાઈ ચોસલા, ગોપાલ સાજનભાઈ જોગરાણાની ધરપકડ કરી હતી. જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ કામગીરી થઈ હતી.