મહીસાગર જિલ્લામાં બળાત્કારની ફરિયાદમાં લુણાવાડા નાયબ મામલતદારની ધરપકડ કરવામાં આવી છે. મહિસાગર જિલ્લા કલેકટરની ઓફિસમાં ચૂંટણી શાખામાં બજાવનાર જયેશ પંડયા નામના નાયબ મામલતદારની મહિસાગર પોલીસે ધરપકડ કરી હતી. બનાવને પગલે સમગ્ર મામલતદાર કચેરીમાં હલચલ મચી જવા પામી હતી.