અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહિલાનાં પેટમાં કાતર રહી જવાના મામલે સ્થાનિક પોલીસે એક ડોકટરની ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં ફરિયાદ થતા અને વિવાદ સર્જાતા આખરે સિવિલ હોસ્પિટલના તબીબ હાર્દિક ભટ્ટની ધરપકડ કરી હતી. સૂત્રો અનુસાર અન્ય બે ડોકટર પુના અને ચંદીગઢ ફરજ બજાવે છે અને પોલીસે તેમની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.