-
પોલેન્ડમાં કેથોલિક ચર્ચ દ્વારા એવી કબૂલાત કરવામાં આવી છે કે હાં, એ વાત સાચી છે કે છેલ્લાં 3 દાયકામાં અંદાજે 400 પાદરીઓ દ્વારા ચર્ચમાં નાના બાળકો અને સગીરોનું જાતિય શોષણ કરવામાં આવ્યું છે. પોલિશ બિશપે કહ્યું કે તેમના અહેવાલમાં જણાવાયું છે કે 382 પાદરીઓએ 624 જણાંને પોતાના શિકાર બનાવ્યા. જેમાં 198 બાળકોની વય 15 વર્ષ કરતાં ઓછી અને 184 જણાંની ઉમર 15થી 18 વર્ષની વચ્ચે હતી. જો કે કોઇ પાદરીઓના નામો જાહેર કરાયા નથી. ઇશુ ખ્રિસ્તે વધસ્તંભેથી પોતાને ખિલા મારનારાઓને ઉદેશીને કહ્યું હતું કે હે ઇશ્વર તેમને માફ કરજો કેમ કે તેમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યાં છે. આ પાદરીઓ જાણતાં હતાં કે તેઓ શું કરી રહ્યાં છે. તેથી તેમના માટે એમ કહેવાય કે ઓહ ગોડ એમને માફ ન કરતાં કેમ કે તેઓ જાણતા હતાં કે તેઓ શું કરી રહ્યાં છે..!