દેશના પોક્સો એક્ટમાં સુધારો કરાશે અને આરોપીને ફાંસી અપાશે તેમ કેન્દ્રીય બાળ કલ્યાણ અને મહિલા વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું હતું. વડાદરામાં એક કાર્યક્રમમાં આવેલા મહિલામંત્રીએ જણાવ્યું હતું કે પોક્સો એકટ સુધારી 16 વર્ષથી ઓછી વયના બાળકો પર શારીરિક દુષ્કર્મના આરોપીને ફાંસીની સજાની ભલામણ કરાઈ છે. કઠુવા-ઉન્નાવની ઘટનામાં આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહી થઈ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.