મુંબઈની એક કોર્ટે પીએનબી મહાકૌભાંડમાં ધરપકડ કરાયેલ બેન્કના પૂર્વ ઈન્ટરનલ ચીફ ઓડિટર વિષ્ણુબ્રત મિશ્રાને 14મી માર્ચ સુધી સીબીઆઈ રિમાન્ડ આપ્યા છે. મુંબઈની બ્રેડી હાઉસ બ્રાન્ચમાં 2011-2015 દરમ્યાન ઓડિટનું કામ સંભાળનાર ઈન્ટરનલ ચીફ ઓડિટરપદે મિશ્રા કાર્યરત હતો. આ બ્રાન્ચમાંથી નિરવ મોદીએ મહાકૌભાંડ કર્યું છે.