મેહુલ ચોકસીના 13000 કરોડના પીએનબી લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમાંથી ૨૫૬૫ કરોડની સંપત્તિ વેચી સંબંધિત લેણદારોને પાછી આપી દેવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. મની લોન્ડરિગની તપાસ દરમિયાન ઈડીએ મહેુલ ચોકસીની ઉક્ત સંપત્તિઓ જપ્ત કરી હતી. પ્રભાવિત બેંકો અને ઈડીની અરજી પર કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો. અત્યાર સુધીમાં ચોકસીની ગીતાંજલિ જેમ્સ લી. સાથે જોડાયેલી અમુક સંપત્તિઓને વેચી 125 કરોડ રૂપિયા પાછા આપવામાં આવ્યા છે. જેમાં મુંબઈના બે ફલેટ, બે ફકેટરીઓ અને ગોદામ સહિતનો સમાવેશળ થાય છે. ચોકસી અને તેમનો ભાણેજ નીરવ મોદી 2018માં બહાર આવેલા પીએનબી ગોટાળાના મુખ્ય આરોપીઓ છે.