Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીન સાથેના વિવાદ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદનને લઈ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) તરફથી સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, “કોઈ પણ ભારતીય સરહદમાં નથી ઘૂસ્યું નથી અને ના તો કોઈ ભારતીય ચોકી પર કબ્જો કરવામાં આવ્યો.”PM મોદીના આ નિવેદન બાદ વિવાદ શરુ થઈ ગયો છે. કોંગ્રેસ નેતા સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ તેને લઈને PM મોદી પર નિશાન સાંધ્યું છે. હવે પીએમઓએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ પ્રકારનો વિવાદ કરવો દુર્ભાગ્ય.

PMOએ શું કહ્યું?

PMOએ કહ્યું કે, “PM મોદીની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય સીમા તરફ ચીની સેનાની કોઈ હાજરી ન હોવાની ટિપ્પણીઓ સશસ્ત્ર દળઓની વીરતા બાદની હાલાત સાથે સંબંધિત છે. સૈનિકોના બલિદાનોએ માળખાગત નિર્માણ અને 15 જૂનના રોજ ગલવાનમાં અતિક્રમણના ચીનના પ્રયાસને નિષ્ફળ કર્યો હતો.”

PMOએ વધુમાં કહ્યું કે, “આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, આવા સમયે પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ પર અનાવશ્યક વિવાદ કરવામાં આવી રહ્યો છે. જ્યારે વીર સૈનિકો આપણી સરહદની રક્ષા કરી રહ્યાં છે. સર્વદળીય બેઠકમાં પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ ગલવાનમાં 15 જૂનના રોજ થયેલી આ ઘટનાઓ પર કેન્દ્રીત હતી. જેમાં 20 સૈનિકોએ જીવ ગુમાવવો પડ્યો હતો.”PMOએ સ્પષ્ટ કહ્યું કે, વડાપ્રધાનનો સ્પષ્ટ વલણ છે કે, LAC પાર કરવાની કોઈના પણ પ્રયાસને મજબૂતીથી જવાબ આપવામાં આવશે.

PM મોદીએ કહ્યું હતું કે, ન તો કોઈ આપણી સરહદમાં ઘૂસ્યું છે, ન તો આપણી કોઈ પોસ્ટ બીજા કોઈના કબ્જામાં છે. PM મોદીએ કહ્યું, ભારત શાંતિ અને મિત્રતા ઈચ્છે છે, પરંતુ સંપ્રભુતાને કાયમ રાખવી આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે. અમે સેનાને ખુલ્લી છૂટ આપી છે.

PMના આ નિવેદન પર વિવાદ શા માટે થઈ રહ્યો છે?

PM મોદીના નિવેદન પર વિપક્ષે ગલવાન ઘાટી પર ચીનના દાવાને લઈ સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવાની માંગ કરી રહ્યું છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે પૂછ્યૂ હતું કે, જો કોઈ ચીની સૈનિકે LAC પાર નથી કરી અને ભારતીય સીમામાં નથી ઘૂસ્યા તો પાંચ-6 મેના રોજ બન્ને સેનાઓનું આમને સામને આવવું શું હતું? 5 મેથી 6 જૂન વચ્ચે સ્થાનીય ભારતીય કમાન્ડર પોતાન ચીન સમકક્ષો સાથે કયા મુદ્દા પર વાત કરી રહ્યાં હતા? 6 જૂનના રોજ બન્ને દેશોના કોર કમાન્ડર લેવની વાતચીત દરમિયાન કયા વિષય પર વાત થઈ?

ચિદમ્બરમે એ પણ કહ્યું કે, “જો કોઈ ચીની સૈનિક ભારતીય સીમાં દાખલ નથી થયા તો 15-16 જૂનના રોજ બન્ને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ ક્યાં થઈ હતી? 20 ભારતીય સૈનિકોઓ ક્યાં શહીદ થયા? જો ચીની સૈનિક ભારતીય સરહદમાં નથી ઘૂસ્યા તો વિદેશ મંત્રી એસ.જયશંકરના નિવેદનમાં પૂર્વ યથાસ્થિતિને પૂન:સ્થાપવાની વાત કેમ થઈ? આપણા સૈનિકોએ કેમ અને ક્યાં બલિદાન આપ્યું?”

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ