પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્ક સાથે રૂપિયા ૪૩૫૫ કરોડની છેતરપિંડીના કેસમાં મુંબઇની આર્થિક અપરાધ શાખાએ ગુરુવારે હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (HDIL)ના ડિરેક્ટરો રાકેશ વાધવાન અને તેમના પુત્ર સારંગ વાધવાનની ધરપકડ કરી હતી. મુંબઇ પોલીસે વાધવાન પિતા-પુત્રની રૂપિયા ૩૫૦૦ કરોડની સંપત્તિ ફ્રિઝ કરી દીધી હતી. રાકેશ વાધવાન, સારંગ વાધવાન, પીએમસી બેન્કના એમડી જોય થોમસ અને ચેરમેન વર્યામ સિંહ સામે ત્રણ દિવસ પહેલાં એફઆઇઆર દાખલ કરાઇ હતી.