કૃષિ બિલો સંદર્ભમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોત્તમ રૂપાલાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારતની કૃષિ નીતિમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યાએ પછી પહેલી વખત ખેડૂતોની આવક શબ્દનો પ્રયોગ થયો છે. ખેત પેદાશોમાં આવકમાં વૃદ્ધિ કેવી રીતે થાય તમામ વસ્તુઓ બધી સરકારોમાં ચાલતી હતી તેને આગળ વધારીને નરેન્દ્ર મોદીએ કૃષિ નીતિમાં મૂળભૂત ફેરફાર કર્યો છે. ઉત્પાદકતાની સાથે આવકને જોડવાનો પ્રયાસ પહેલી વખત કરવામાં આવ્યો છે.
2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ પ્રધાનમંત્રી રાખ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈએ ખેડૂતો માટે સોઇલ હેલ્થ કાર્ડ શરૂ કર્યા હતા. ત્યાર પછી પ્રધાનમંત્રી બનતા સમગ્ર દેશમાં લાગુ કર્યા હતા.