વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને પગલે ગુરુવારે જમ્મુ કાશ્મીર મુદ્દે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે યોજાનારી આ બેઠક પૂર્વે જ જમ્મુ કાશ્મીરમાં હિંસા કે આતંકી હુમલાના ખતરાને ધ્યાનમાં રાખીને ૪૮ કલાક માટે એલર્ટ જાહેર કરાયું છે. સાથે જ ઇન્ટરનેટ સેવાને પણ હાલ પુરતા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પીપલ્સ એલાયંસ ફોર ગુપકાર ડિક્લરેશન (પીએજીડી)ના સભ્ય નેશનલ કોન્ફરન્સ અને પીડીપી વગેરે સંગઠનો કાશ્મીરમાં ૩૭૦ ફરી લાગુ કરવા તેમજ વિવિધ રાજ્યોમાં કેદ કાશ્મીરી બંધકોને છોડવાની માગણી મુકશે. પીડીપી અધ્યક્ષ મેહબૂબા મુફ્તીએ તો પાકિસ્તાન સાથે વાત કરવા પણ કેન્દ્ર સરકારને અપીલ કરી છે. આ પક્ષોને અલગ અલગ રીતે આમંત્રીત કરવામાં આવ્યા છે તેથી તેઓ પોતાની માગણીઓ પણ પીએમ મોદી સાથેની બેઠકમાં રજુ કરશે.