વડાપ્રધાન નરેન્દ્ર મોદીએગુરુવારે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ સાથે મુલાકાત કરી હતી. નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ ભારતની ચાર દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ગુરુવારે પીએમ મોદીને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. હૈદરાબાદ હાઉસમાં મુલાકાત બાદ બંને નેતાઓ ઊર્જા, કનેક્ટિવિટી અને વેપાર પર ચર્ચા કરી હતી. તમને જણાવી દઈએ કે, ડિસેમ્બર 2022માં પીએમ પદ સંભાળ્યા બાદ પ્રચંડની આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા છે. પીએમ મોદી અને નેપાળના વડાપ્રધાન આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારત-નેપાળ સરહદ પર ઈન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનો શિલાન્યાસ પણ કરશે.