વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો થનારા દુનિયાના બીજા નેતા છે. પહેલા નંબરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા છે. ડિજિટલ માર્કેટિંગ પ્લેટફોર્મ એસઈએમરશ દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ પીએમ મોદીના ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર કુલ 11.09 કરોડ ફોલોઅર છે. ઓબામાના કુલ ફોલોઅર 18.27 કરોડ છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે, દુનિયાભરમાં 11 કરોડ ફોલોઅર્સ સાથે નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ધોબીપછાડ આપી છે. ટ્રમ્પના દુનિયાભરમાં 9.6 કરોડ ફોલોઅર્સ છે. જો કે ટ્રમ્પ ટ્વિટર પર સૌથી વધુ ફોલો થતા દુનિયાના બીજા નેતા છે.