ભારતીય રાજકારણના આધુનિક ચાણક્ય તરીકે ઓળખાતા અમિત શાહ આજે 55 વર્ષના થયા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સાવ છેલ્લે પગથિયેથી રાજકારણમાં ઝંપલાવ્યા બાદ આજે અમિત શાહ દેશના ગૃહ પ્રધાન છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા નંબરે સૌથી વધુ શક્તિશાળી નેતા છે. તેઓ ભાજપના અધ્યક્ષ પણ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વહેલી સવારે ટ્વીટ કરી અમિત શાહને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ભાજપના અન્ય નેતાઓ અને કેન્દ્ર સરકારના અન્ય સાથી પ્રધાનોએ પણ અમિત શાહને શુભેચ્છા સંદેશા મોકલ્યા હતા.