દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય વિચારોના આદાનપ્રદાન સાથે ભારત અને ચીન વચ્ચે પરસ્પર સંવાદને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 એપ્રિલે ચીનના પ્રવાસે જશે. તેઓ ચીનના વુહાન શહેરમાં એક અનૌપચારિક શિખર સંમેલનમાં ભાગ લેશે. તાજેતરમાં જ ચીનનો પ્રવાસ કરી ચૂકેલા વિદેશમંત્રી સુષમા સ્વરાજે આ મુલાકાત માટેની પૂર્વભૂમિકા તૈયાર કરી હતી.