રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ સ્વરૂપે દાંડી યાત્રા કાઢી હતી. આ યાત્રાને ખૂબ મોટું જન સમર્થન મળ્યું હતું અને આજે પણ ગાંધીજીના આ અહિંસક સત્યાગ્રહની યાદમાં ભાજપ-કોંગ્રેસ બંન્ને પાર્ટી અવારનવાર લોકલ લેવલે દાંડી યાત્રા કાઢતી રહી છે. જોકે આ યાત્રા ને હવે ગ્લોબલ સ્વરૂપ આપવાનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે. ભારતને આઝાદી મળ્યાને 74 વર્ષ પૂર્ણ થયા છે ને 75માં વર્ષ નિમિત્તે
ગાંધીજીએ કાઢેલી દાંડી યાત્રા ને ફરીથી નવા સ્વરૂપે કાઢવાની તૈયારી થઇ ચૂકી છે.
આ અવસરને ઉજવવા પીએમ નરેન્દ્ર મોદીની સીધી સૂચનાથી ગુજરાત સરકાર આગામી 12મી માર્ચથી 21 દિવસીય દાંડી
યાત્રા યોજવાની તૈયારી કરી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી ખુદ આ દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે. આગામી 12મી માર્ચે નરેન્દ્ર મોદી ગુજરાત ( અમદાવાદ) ની એક દિવસીય મુલાકાતે આવશે અને 12મીએ સવારના સમયે સાબરમતી આશ્રમ ખાતેથી 21 દીવસીય દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે.