પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૨જી ઓક્ટોબરના રોજ ગાંધીજયંતિના ઉપલક્ષ્યમાં ગુજરાત પ્રવાસ અંગે પંડિત દીનદયાળ ભવન, ભાજપા કાર્યાલય, સુરત ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, સફળ અમેરિકા યાત્રા થકી સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર ગુજરાતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ૨જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે સાંજે ૫.૦૦ ગુજરાત આવશે તેવું જણાવ્યું હતું.
વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા ગાંધી વિચારોને મહત્વ આપ્યું છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, તેમણે મહાત્મા મંદિરનું નિર્માણ કરાવીને મહાત્મા ગાંધીજીના સમગ્ર જીવન દર્શન સાથે તેમની વિચારયાત્રાને જીવંત, અવિસ્મરણીય અને ઐતિહાસિક બનાવી. દાંડી યાત્રાના સ્થાન પર પણ તે સમયની કૃતિઓ-મૂર્તિઓની ભવ્યતા સાથે ઇતિહાસને ઉજાગર કર્યો. ૨જી ઓક્ટોબરના રોજ ખાદી ખરીદવાની પરંપરા શરૂ કરાવી હજારો લોકોને ખાદી ખરીદવાની પ્રેરણા આપી. મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના વિચારને સાર્થક કરવા સમગ્ર દેશમાં એક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ, જે આજે જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યુ છે. આ ઉપરાંત દેશમાં આશરે ૧૧ કરોડ જેટલા શૌચાલય બનાવ્યા અને આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જાહેરમાં શૌચક્રિયાની બદીથી દેશને મુક્ત કરવાનો સંકલ્પ સિધ્ધ થશે. ત્યારે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અમદાવાદ, રિવરફ્રન્ટ ખાતે સ્વચ્છતાના આગ્રહી એવાં દેશભરના ૨૦,૦૦૦ જેટલા સરપંચોને સંબોધન કરશે.
તે પૂર્વે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાબરમતી આશ્રમ (ગાંધીઆશ્રમ) ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલી અર્પણ કરશે ત્યારબાદ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજીત નવરાત્રીમાં માતાજીની આરાધનાના મહાઉત્સવમાં સહભાગી બનશે તેવું પ્રદેશ ભાજપે એક અખબાર યાદીમાં જણાવ્યું હતું.