ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. વડાપ્રધાન બેંગલુરુમાં 'ઈન્ડિયા એનર્જી વીક 2023' (IEW)નું ઉદ્ઘાટન કરશે. આ સમારોહ 6 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી ચાલશે. તેનો ઉદ્દેશ્ય ઉર્જા પરિવર્તન મહાસત્તા તરીકે ભારતની વધતી શક્તિને પ્રદર્શિત કરવાનો છે.
પીએમ મોદીએ રવિવારે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું કર્ણાટક જવા માટે ઉત્સુક છું. બેંગલુરુ પહોંચીને તેઓ 'ઈન્ડિયા એનર્જી વીક 2023'માં ભાગ લેશે. આ સાથે જ વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.