કટકમાં આયોજિત એક જાહેરસભાને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદી પોતાની સરકારની ઉપલબ્ધિઓ જણાવી રહ્યા છે તો સાથે સાથે વિપક્ષી પાર્ટીઓ પર પણ હુમલો બોલી રહ્યા છે. પીએમ મોદીને જણાવ્યું કે અમારી સરકાર કોઈ પણ જનપથથી નહીં પણ જનમતથી ચાલે છે. જયારે કમિટમેન્ટથી સરકાર ચાલે છે ત્યારે દેશના સર્જિકલ સ્ટ્રાઈક થાય છે. સરકારી પ્રક્રિયાઓને જટિલ બનાવતા ૧૪૦૦ કાયદા દૂર થયા છે.