વડાપ્રધાન મોદીએ અમદાવાદના ખાતે ભાજપના જૂના ખાનપુર કાર્યાલયની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે મને બરાબર યાદ છે કે હું સાત વર્ષ પછી આ કાર્યલયે આવ્યો છું. છેલ્લે વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી જીત્યા ત્યારે અહીંયા વિજયોત્સવ માટે આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ખાનપુર કાર્યાલય ખાતે જૂના દિવસોને યાદ કરતા ભાજપના સ્વર્ગસ્થ નેતા અશોક ભટ્ટને યાદ કર્યા હતા.તેમણે કહ્યું હતું કે આ કાર્યાલયમાં રોજ સાંજે મજમો જામતો, રોજ સાંજે પત્રકારો આવે અને તેમની સાથે દુનિયાભરની વાતો કરતા હતા.
પીએમ મોદીએ કહ્યું, “આ કાર્યાલયે જ મને ઘડ્યો છે, અહીંયા રોજ સાંજે અશોક ભાઈ દાળવડા મંગાવતા. સાંજે મારા ટેબલ પર સિંગ ચણા હોય અને અશોક ભાઈના દાળવડા. દેશના અને ગુજરાતા અખબાર, ટીવીના કોઈ એવા પ્રતિનિધી અહીંયા ન આવ્યા હોય એવું બને નહીં બન્યું હોય અને એ લોકો એટલી બધી વાત લઈ આવ્યા હોય કે તેમની સાથે વાતો કરતા કરતા સમય વીતિ જતો હતો.”
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ ખાનપુર કાર્યાલય ખાતેથી જ સંગઠન માટેના મૂલ્યો, શીખામણ શીખ્યા હતા. તેમણે કહ્યું હતું કે અહીંયાથી કામ કરતા કરતા જ દેશની જવાબદારી વધતી ગઈ અને પ્રજાએ એક દિવસ દેશ ચલાવવાનું કામ આપ્યું હતું.