Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકારના નિર્ણય વિશે દેશને સંબોધન કર્યું હતું. તેમના સંબોધનમાં કાશ્મીરના લોકોને નવી ઉંચાઇએ પહોંચાડીને કેવી રીતે સરકાર આગામી દિવસોમાં વિકાસ માટે કાર્યો કરશે તેની રૂપરેખા આપી હતી અને રોજગારીના સ્ત્રોત ઉભા કરવા માટેનું કાશ્મીરીઓ વચન આપ્યું હતું.

  • મોદીએ કહ્યું, 370ના કારણે 42 હજાર નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડ્યો.
  • જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો વિકાસ એ ગતિથી ન થયો જેના તે હકદાર છે. હવે વ્યવસ્થાની કમી દૂર થવાથી જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોનું વર્તમાન તો સુધરશે જ પરંતુ તેમનું ભવિષ્ય પણ સુરક્ષિત થશે.
  • જે કાયદો દેશની પુરી આબાદી માટે બનતો હતો તેના લાભથી જમ્મુ કાશ્મીરના દોઢ કરોડથી વધુ લોકો વંચિત રહેતા હતા. વિચારો દેશના અન્ય રાજ્યોમાં બાળકોને શિક્ષાનો અધિકાર છે. પરંતુ જમ્મુ કાશ્મીરના બાળકો તેનાથી વંચિત હતા. શું ગુનો છે તેમનો ?દેશની અન્ય દીકરીઓને જે હક મળે છે તે જમ્મુ કાશ્મીરની દીકરીઓને નથી મળતો.
  • દેશના અન્ય રાજ્યોમાં સફાઇ કર્મચારીઓ માટે સફાઇ કર્મચારી એક્ટ લાગુ છે પરંતુ કાશ્મીરના કર્મચારીઓ વંચિત છે.દેશના અન્ય રાજ્યોમાં દલિતો પર અત્યાચાર રોકવા કડક કાયદા લાગુ છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં તેવુ ન હતુ.
  • દેશના અન્ય રાજ્યોમાં અલ્પસંક્ષ્યકોના હિતો માટે માઇનોરીટી એક્ટ લાગુ છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં તેવું ન હતું. દેશના અન્ય રાજ્યોમાં મજૂરોના હિતોની રક્ષા માટે મિનિમમ વેજીસ એક્ટ લાગુ છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં તે નથી દેશના અન્ય રાજ્યોમાં ચૂંટણી સમયે એસટી, એસસી ભાઇઓ બહેનોને આરક્ષણનો લાભ મળતો હતો પરંતુ જમ્મુ કાશ્મીરમાં તેવું ન હતું
  • હવે આર્ટીકલ 370 અને 35 એ વિતેલા ઇતિહાસની વાત થઇ ગયા બાદ તેના નકારાત્મક પ્રભાવોથી પણ જમ્મુ કાશ્મીર તુરંત બહાર નીકળશે તેનો મને પૂરો વિશ્વાસ છે.
  • નવી વ્યવસ્થામાં કેન્દ્ર સરકારની એ પ્રાથમિકતા રહેશે કે રાજ્યના કર્મચારીઓને ,જેમા જમ્મુ કાશ્મીરની પોલીસ પણ સામેલ છે -તેમને અન્ય કેન્દ્રશાસિતના કર્મચારીઓ અને ત્યાની પોલીસની બરાબરીની સુવિધા મળે. અત્યારે કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનેક એવી સુવિધા જેમ કે એલટીસી, હાઉસ રેન્ટ અલાઉન્સ, એજ્યુકેશન અલાઉન્સ, હેલ્થ સ્કિમ જેવી અનેક સુવિધા અપાય છે. જેમાંથી મોટાભાગની જમ્મુ કાશ્મીરના કર્મચારીઓને નથી મળતી. આવી સુવિધાઓનું તત્કાલ રિવ્યૂ કરાવીને તુરંત જ જમ્મુ કાશ્મીરના કર્મચારીઓ અને તેમના પરિવારજનોને આપવામાં આવશે.
  • ટૂં ક સમયમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં દરેક કેન્દ્રીય અને રાજ્યની ખાલી જગ્યાઓને ભરવાની પ્રક્રિયા શરુ કરવામા આવશે તેનાથી સ્થાનિક લોકોને રોજગારના અવસર મળશે.
  • કેન્દ્ર સરકારની પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ કંપનીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. તે સિવાય સેના અને અર્ધસૈનિક દળો દ્વારા સ્થાનિય યુવાઓની ભરતી માટે રેલીઓનું આયોજન કરવામાં આવશે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્કોલરશિપ યોજાનાનો વિસ્તાર કરવામાં આવશે જેથી વધારે વિદ્યાર્થીઓને લાભ મળે. જમ્મુ કાશ્મીરમાં રાજસ્વ ખોટ પણ ઘણી થઇ છે. આ ખૂબ ચિંતાનો વિષય હોય છે. કેન્દ્ર સરકાર એ પણ ધ્યાન રાખશે કે તેના પ્રભાવને ઓછો કરવામાં આવે.કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 હટાવતાજ અમુક સમય માટે જમ્મુ કાશ્મીરને સીધા કેન્દ્ર સરકારના શાસનમાં રાખવાનો નિર્ણય ખૂબ વિચારીને લીધો છે. તેનું કારણ સમજવું પણ જરૂરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ