વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના દેહવસાન નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે ‘આચાર્ય શ્રીપુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ અપાર જ્ઞાન સાથેના આશીર્વાદ ધરાવતા હતા. તેઓ સમાજસેવા, શિક્ષણ તેમજ મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા હતા, તેને હંમેશા યાદ રખાશે. હું તેઓની સાથેની મારી અનેક મુલાકાતોને કદી ભૂલી શકું નહીં. ૐ શાંતિ.’
સાથે જ અન્ય એક ટ્વીટ કરતાં PM મોદીએ જણાવ્યં હતું કે ‘આચાર્ય શ્રીપુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજને આપણે હંમેશા સમાજ માટે કરેલી ઉદાત્ત સેવા માટે યાદ રાખીશું. તેઓએ માનવીય વેદનાને દૂર કરવા કરુણા વહાવી હતી. તેમને ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વમાં અસંખ્ય લોકો હંમેશા યાદ રાખશે.’
જણાવી દઈએ કે, સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું ગત રાત્રિએ દેહાવસાન થયું હતું.