વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 મેથી સિંગાપુર અને ઈન્ડોનેશિયાના પાંચ દિવસના પ્રવાસે છે. મોદી ઈન્ડોનેશિયાની પહેલી અને સિંગાપુરની બીજી મુલાકાતે જઈ રહ્ય છે. વડાપ્રધાન મોદીની સિંગાપુર અને ઈન્ડોનેશિયાની મુલાકાતનો ઉદેશ્ય એક્ટ ઈસ્ટ પોલિસીને આગળ વધારવાનો અને ચીનની વ્યૂહાત્મક નાકાબંધી પર લગામ કસવાનો છે. તેમના ઈન્ડોનેશિયા અને સિંગાપુરના પ્રવાસથી ભારતને કારોબાર અને સંરક્ષણ ક્ષેત્રમાં ઘણી મદદ મળશે.