દેશની સુપ્રીમ કોર્ટે ઘણા વર્ષોથી ચાલી રહેલા અયોધ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદનો ચુકાદો આપી દીધો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. સુપ્રીમના ચુકાદાની ઘડીએ PM મોદી પંજાબ ખાતે કરતારપુર કૉરિડોરની ઉદ્ધાઘાટન સમારંભમાં હાજર રહ્યા હતા. PM મોદીએ સુપ્રીમના ચુકાદા બાદ ટ્વિટ કરીને લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, "દેશની સર્વોચ્ચે અદાલતે અયોધ્યા પર પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. આ નિર્ણયને કોઈની હાર કે જીતની દ્રષ્ટિથી ન જોવો જોઈએ. રામભક્તિ હોય કે રહીમભક્તિ, આ સમય તમામ લોકો માટે ભારતભક્તિની ભાવનાને મજબૂત કરવાનો છે. દેશના લોકોને મારી અપીલ છે કે શાંતિ, સદભાવના અને એકતા બનાવી રાખે."