ભાજપનો આજે 40મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈ લડવા માટે ભાજપના કાર્યકર્તાઓને આહ્વાનની સાથે કેટલાક આગ્રહો રૂપી સૂચનો પણ કર્યા.
PM મોદીના પાંચ આગ્રહ કર્યા
1.ગરીબોને રેશન આપવાની અવિરત સેવા
જ્યારથી આ સંકટ શરૂ થયું છે ભાજપના લાખો કાર્યકર્તા દિવસ રાત ગરીબોની મદદ કરવા અને રેશન પહોંચાડવામાં જોડાયા છે. ગરીબોની સેવા કરે છે.
2. 5 અન્ય ઘરો માટે ખાવાનું બનાવો
પાંચ ઘરો માટે ખાવાનું બનાવો અને જરૂરિયાતમંદ લોકોને આપો. સમાજના તમામ લોકનું મનોબળ વધારવું તે આપણી જવાબદારી છે.
3. ધન્યવાદ પત્ર લઈને જાવ
તમારા વિસ્તારમાં જે પણ નર્સ અને સફાઈ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, બેન્ક અને પોસ્ટ ઓફિસમાં કામ કરનારા લોકો અને સરકારી સેવાઓમાં લોકો છે, તેમનો આપણે આભાર વ્યક્ત કરવાનો છે. 40 ઘરના 5 અલગ અલગ લોકો આ ધન્યવાદ પત્ર પર સહી કરે. આપણે જેટલું સાથે મળીને કામ કરીશું આ મહામારીને એટલી ઝડપથી હરાવી શકીશું.
4.આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને ઓછામાં ઓછા 40 લોકોના મોબાઈલમાં તેને ડાઉનલોડ કરાવો.
5.વડાપ્રધાન રાહત કોષમાં મદદ કરો
મહામારીની વિરુદ્ધ આ યુદ્ધ માનવતા માટે છે. યુદ્ધના સમયે દેશના લોકો માટે આપણે દાન કરીએ છીએ. હાલના સમયે લાખો લોકો PM કેર્સ ફન્ડમાં દાન કરે છે. પ્રત્યેક કાર્યકર્તાએ પોતે પણ સહયોગ કરવો જોઈએ અને ભાજપના 40 સાથીઓને પણ સહયોગ કરવા માટે પ્રેરિત કરવા જોઈએ.