બીજી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે PM મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે અને રાજકોટ સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ સાથે AIIMSનું ખાત મુહૂર્ત પણ તેમના વરદ હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ કબા ગાંધીનાં ડેલાની પણ મુલાકાત લેશે અને જાહેર સભાને પણ સંબોધશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે આપણે ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યા છીએ.