જર્મનીના ચાન્સલર ઓલાફ શોલ્જના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26-27 જૂનના રોજ જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જર્મની પહોંચી ગયા છે. રવિવારે સવારે પીએમ મોદી જર્મની પહોંચ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ પર પારંપરિક બેન્ડના ધૂન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના સ્વાગતનો વીડિયો પીએમઓ ઇન્ડિયા દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શિખર સંમેલનમાં યુક્રેન સંઘર્ષ, હિન્દ પ્રશાંત ક્ષેત્રની સ્થિતિ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, જલવાયુ સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક પડકારો પર ચર્ચા થશે. વિદેશ સચિવ વિનય કાત્રાએ આ જાણકારી આપી છે.