દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બ્લોગ લખીને પોતાની સંવેદના અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. આ બ્લોગથી તેમણે દિવંગત અટલ બિહારી વાજપેયીને શબ્દાંજલિ અર્પી છે અને એમની સાથે વિતાવેલો સમય, એમના માર્ગદર્શન સહિતના પળોને યાદ કરી છે. મેરે અટલજી...બ્લોગમાં પીએમ મોદીએ લખ્યું કે મન નથી માનતું કે અટલજી નથી રહ્યાં.