નવરાત્રિની પૂર્ણાહુતિ સાથે જ દેશભરમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દરેક શહેરના મેદાનમાં રાવણના પૂતળા લગાવવામાં આવી રહ્યા છે. સાંજે રાવણ દહન થશે. દિલ્હી (Delhi)ના દ્વારકા સેક્ટર 10 માં રાવણનું સૌથી મોટું પૂતળું લગાવવામાં આવ્યું છે. PM મોદીએ તમામ દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ લખ્યું, "વિજયાદશમી પર દેશવાસીઓને શુભકામનાઓ. મા દુર્ગા અને ભગવાન શ્રી રામના આશીર્વાદ સાથે, હું ઈચ્છું છું કે તમે બધા જીવનના દરેક પાસામાં વિજય મેળવો."