વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય પ્રવાસ પર તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચશે. વડાપ્રધાન અહીં 1784 કરોડ રૂપિયાની યોજનાઓ ભેટમાં આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગ્યે વારાણસી પહોંચશે જ્યાં એરપોર્ટ પર રાજ્યના રાજ્યપાલ આનંદી બેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમનું સ્વાગત કરશે. પીએમ મોદી કાશીમાં લગભગ પાંચ કલાક રોકાશે. વડાપ્રધાન વિશ્વ ટીબી દિવસ પર વારાણસીમાં રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે 'વન વર્લ્ડ ટીબી સમિટ' પર આધારિત ત્રણ દિવસીય કોન્ફરન્સનું સૌપ્રથમ ઉદ્ઘાટન કરશે. મુલાકાત દરમિયાન, વડાપ્રધાન તેમના સંસદીય મતવિસ્તારને આશરે રૂ. 1,784 કરોડની યોજનાઓ ભેટમાં આપશે.