પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે. મોરેશિયસના 57મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે, દેશે પીએમ મોદીને ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રણ આપ્યું છે. ઉપરાંત, મોરેશિયસના પીએમ ડૉ. નવીનચંદ્ર રામગુલામે કહ્યું કે, આવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનું સ્વાગત કરવું આપણા દેશ માટે ગૌરવની વાત છે.