જમ્મુ અને કાશ્મીર માં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ઉથલપાથલ વધી ગઈ છે. આ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ પણ જમ્મુ-કાશ્મીરનો ચૂંટણી મોરચો સંભાળવા માટે સહમતિ દર્શાવી છે. PM મોદી 14 સપ્ટેમ્બરથી જમ્મુ-કાશ્મીર માં વિવિધ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. PM મોદી ભાજપની મોટી રેલીઓ સાથે જમ્મુ-કાશ્મીરમાં ભાજપના ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે તૈયાર છે.