કોરોના વાયરસનું સંક્રમણ દેશમાં ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા બેથી ત્રણ દિવસમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘણો જ વધારો થયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી દળોનાં નેતાઓ સાથે વાત કરશે તેવા સમાચાર મળી રહ્યા છે. PM મોદી 8 એપ્રિલનાં વિરોધ પક્ષનાં નેતાઓ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રીની આ વાતચીત સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સ દ્વારા થશે. આ દરમિયાન PM મોદી એ પાર્ટીનાં નેતાઓ સાથે વાત કરશે જેમના લોકસભા અને રાજ્યસભામાં 5 સાંસદ છે. આ વાતચીત કોરોના વાયરસનાં મુદ્દા પર થશે. જણાવી દઈએ કે અગાઉ PM મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે તેમજ ખેલ જગતની 40 હસ્તીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોરોનાને લઈને ચર્ચા કરી ચુક્યા છે.