વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મી જૂને બે દિવસની ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ રાત્રી રોકાણ ગાંધીનગર સ્થિત રાજભવનમાં કરશે, ત્યારબાદ ૧૮મી જૂને વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે. તેમની આ મુલાકાતમાં તેઓ તેમના શતાયુ વર્ષમાં પ્રવેશ કરી રહેલા માતા હિરાબાને મળવા માટે તેમના નિવાસસ્થાને જશે.
મોદી ૧૬૦૦૦ કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ દ્વારા ગુજરાતમાં રેલવે કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે. એ ઉપરાંત ૨૧૦૦૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન તેમજ શિલાન્યાસ કરશે. આ પ્રવાસ દરમ્યાન તેઓ પીએમ આવાસ યોજના હેઠળ ૧.૪૦ લાખથી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.