ગ્રામ્ય ભારતમાં ફેરફાર માટે મોટા સુધારાના પ્રયાસોના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમખી ભૂ-સંપત્તિ માલિકોને 'સ્વામિત્વ' યોજના હેઠળ સંપત્તિ કાર્ડ વિતરણ કરવાની યોજનાનો શુભારંભ કરશે. આ યોજના હેઠળ લગભગ એક લાખ ભૂ-સંપત્તિ માલિક પોતાના મોબાઈલ ફોન પર SMS પર મળતી લીંકથી સંપત્તિ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. સંબંધિત રાજ્ય સરકાર સંપત્તિ કાર્ડનું ફિઝિકલ વિતરણ કરશે.
આ યોજના હેઠળ 6 રાજ્યોના 763 ગામના લોકોને લભા મળશે. જેમાં ઉત્તરપ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના 2 ગામો સામેલ થશે. મહારાષ્ટ્રને છોડીને બાકી દરેક રાજ્યોના લાભાર્થી 1 દિવસની અંદર ફિઝિકલ કાર્ડ મેળવી શકશે. જ્યારે મહારાષ્ટ્રમાં આ કાર્ડ મળવામાં 1 મહિનાનો સમય લાગી શકે છે કારણ કે મહારાષ્ટ્ર સરકાર સંપત્તિ કાર્ડ માટે સામાન્ય શુલ્ક લાગૂ કરવાની વ્યવસ્થા કરી રહી છે.