વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 27 જુલાઇના રોજ રાજકોટ આવી રહ્યા છે. ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રને આજે તેઓ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે. આજે તેઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્રને ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપવા જઈ રહ્યા છે. આ ઉપરાંત રાજકોટના કાલાવડ રોડ પર KKV ચોક ઓવરબ્રિજનું પણ તેઓ લોકાર્પણ કરશે અને સૌની યોજનાના ત્રીજા ફેઝના પ્રોજેક્ટનું પણ તેમના હસ્તે લોકાર્પણ થવાનું છે.