વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે ચેન્નાઈમાં મહિલાલક્ષી યોજનાનું લોકાર્પણ કરશે. દમણથી તેઓ ચેન્નઈ પહોંચશે. ત્યાં તેઓ રાજ્ય સરકારની મહિલાઓને દ્વિચક્રી વાહન ખરીદવા માટેની રૂ.25000ની સબસિડીવાળી યોજનાનો શુભારંભ કરાવશે. એઆઈડીએમકેનાં જે. જયલલિથાની સ્મૃતિમાં શરૂ કરાયેલી આ યોજનાને અમ્મા ટુ-વ્હિલર સ્કીમ નામ અપાયું છે. વડાપ્રધાનની મુલાકાત સાથે દક્ષિણ ભારતની રાજનીતિ ક્ષેત્રે પણ કેટલાક મહત્વના ફેરફારની જાહેરાત થવાની શક્યતા છે.