વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી ગુજરાત પ્રવાસે આવાના છે. આજે સાંજે પાંચ વાગ્યે તે અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી તે શ્રી પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીના ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિતે તૈયાર કરવામાં આવેલ ભવ્ય નગરનું આજે સાંજે મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે.