વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે દિલ્હીમાં G20ની 9મી સંસદીય અધ્યક્ષ સમિટ (P20)નું ઉદ્ઘાટન કરશે. P20નું આયોજન યશોભૂમિમાં કરવામાં આવી રહ્યું છે. આ સંમેલનમાં જી-20 દેશોની સંસદના સ્પીકર ભાગ લેશે. આ સમીટની થીમ વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર માટે સંસદ છે. મળતી માહિતી મુજબ, કેનેડાની સેનેટના સ્પીકર P20 બેઠકમાં ભાગ નહી લે. તમને જણાવી દઈએ કે, વક્તાઓની પ્રી-સમિટ બેઠક યોજાઈ હતી જેમાં પણ તેમની હાજર રહી ન હતી.