ભારત સરકારની આગેવાનીમાં 18-19 નવેમ્બરે દિલ્લીમાં બે દિવસીય 'નો મની ફૉર ટેરર' મંત્રી સ્તરીય સંમેલનનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ કાર્યક્રમમાં 72 દેશોના પ્રતિનિધિ સામેલ થશે. PM મોદી આજે સવારે 9.30 વાગે નવી દિલ્લીની તાજ પેલેસમાં કાઉન્ટર ટેરરિઝમ ફાઈન્સિંગ પર ત્રીજા નો મની ફૉર ટેરર(NMFT) મંત્રીસ્તરીય સંમેલનનુ ઉદ્ઘાટન કરીને સંબોધન પણ કરશે.