આજે 12મી જાન્યુઆરી એટલે કે યુવાઓના આદર્શ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને દેશભરમાં તેમના જન્મદિવસે અનેક કાર્યક્રમ યોજાશે. આજે PM નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલીમાં શરુ થનારા રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ધાટન કરશે. આ મહોત્સવ અંગે કેન્દ્રીય મંત્રી ઠાકુરે કહ્યું હતું કે મહોત્સવમાં કેટલીય હરિફાઈઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા મહોત્સવ પાંચ દિવસ સુધી ચાલશે. આ રાષ્ટ્રીય યુવા મહોત્સવની 26મી આવૃત્તિનું આયોજન કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કર્ણાટક સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.