વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટમાં ગુજરાતની પ્રથમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું લોકાર્પણ કરશે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી. જ્યારે રાજકોટ શહેરની હદમાં આવેલા પરા પીપળીયા ગામ નજીક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો બહારના દર્દી વિભાગ (OPD) પહેલેથી જ કાર્યરત છે, ત્યારે વડાપ્રધાન ઇન-પેશન્ટ વિભાગ (IPD)નું લોકાર્પણ કરશે