વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાત લેશે. મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન PM મોદી પાલઘરમાં વાધવન પોર્ટ પ્રોજેક્ટ અને અન્ય અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF)ને પણ સંબોધિત કરશે. વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, PM મોદી તેમના પ્રવાસની શરૂઆત મુંબઈથી કરશે અને બપોરે પાલઘરની મુલાકાત લેશે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન આજે ભાજપમાં જોડાશે. તાજેતરમાં જ તેમણે ઝારખંડ મુક્તિ મોરચામાંથી રાજીનામું આપ્યું હતું. પક્ષ પર ભટકાઈ જવાનો આરોપ પણ લગાવ્યો.